કિમ જોગ સામે લડવા એક થયું અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા, કર્યો યુદ્ધાભ્યાસ

By: abpasmita.in | Last Updated: Tuesday, 24 October 2017 10:10 PM
કિમ જોગ સામે લડવા એક થયું અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા, કર્યો યુદ્ધાભ્યાસ

સિયોલ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ધમકીઓ બાદ દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા હવે ઉત્તર કોરિયા સામે લડવા ભેગા થઈ ગયા છે. મંગળવારે આ ત્રણેય દેશોએ એક સંયુક્ત મિસાઈલ ચેતવણી અભ્યાસની શરૂઆત કરી. આ અભ્યાસ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતા હુમલાની મિસાઈલને ટ્રેક કરી તેને નષ્ટ કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફ(જેસીએસ) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર આ એક દિવસીય ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસ કવચ યુદ્ધ પ્રણાલીથી સજ્જ ચાર જહાજો સાથે દક્ષિણ કોરિયા અને જાપાનના તટીય ક્ષેત્ર પર શરૂ કરવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસ ઉત્તર કોરિયા દ્વારા સતત પરમાણુ અને મિસાઈલ હુમલાની ધમકી બાદ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ મિસાઈલ ચેતવણી અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે આ વર્ષે પ્યોંગયાંગ દ્વારા હથિયારોના શ્રેણીબદ્ધ પરિક્ષણોના કારણે પેનિનસુલા ક્ષેત્રમાં તણાવ પોતાના ચરમ પર છે. જેના પર અમેરિકાએ પ્રતિક્રિયા આપતા ચેતવણી આપી કે અમેરિકા ઉત્તર કોરિયાના સંપૂર્ણ રીતે ખતમ કરી નાખશે.

 

First Published: Tuesday, 24 October 2017 10:05 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories