મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, જો સીરિયા પર ફરીથી પશ્ચિમી દેશોનો હુમલો થયો તો દુનિયામાં અફડાતફડી મચી જશે. બીજીબાજુ, અમેરિકા દબાણ વધારવા માટે રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ પોતાની ઇરાની સમકક્ષ હસન રુહાની સાથે ફોન પર વાતચીતમાં પુતિને કહ્યું કે, પશ્ચિમી દેશોના સીરિયા પર હુમલાએ સમસ્યાને રાજકીય હલ શોધવાની સંભાવનાઓને નુકશાન પહોંચાડ્યું છે.