જિનપિંગનો આજીવન ચીનના રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ, સંસદે ખતમ કરી બે કાર્યકાળની અનિવાર્યતા

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 7:58 PM
જિનપિંગનો આજીવન ચીનના રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ, સંસદે ખતમ કરી બે કાર્યકાળની અનિવાર્યતા

બીજિંગ: ચીનમાં શી જિનપિંગ જીંદગીભર રાષ્ટ્રપતિ બની શકે છે. ચીનની સંસદે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળનો નિયમ હટાવી દીધો છે. હવે ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગન માટે આજીવન રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. ચીની સંસદમાં નેશનલ પીપલ્સ કૉંગ્રેસ(એનપીસી)ના 3000 સાંસદોએ દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના બે કાર્યકાળની અનિવાર્યતા પૂર્ણ કરવાના પ્રસ્તાવ પર વોટ કર્યા હતા. જેમાં માત્ર બે સભ્યોએ જ પ્રસ્તાવના વિરૂદ્ધમાં વોટ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય સંગઠનની સાત સદસ્યની સ્થાયી સમિતિએ આ સુધારાને સામાન્ય સહમતિ પહેલાજ મંજૂરી આપી દીધી હતી. સંવિધાનના સુધારા બાદ હવે 64 વર્ષીય જિનપિંગને જીવનભર ચીનના નેતા બન્યા રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. માઓ બાદ જિનપિંગ દેશના સૌથી મજબૂત નેતા માનવામાં આવે છે. જિનપિંગ સીપીસી, સેના બન્નેના વડા અને દેશના રાષ્ટ્રપતિ છે.

પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ માઓ ત્સે તુંગ બાદ છેલ્લા બે દાયકાથી પાર્ટીના નેતા કાર્યકાળની અનિવાર્યતાનું પાલન કરતા આવ્યા હતા, જેથી તાનાશાહીથી બચાવી શકાય અને એક પક્ષની રાજનીતિવાળા દેશમાં સામૂહિક નેતૃત્વ સુનિશ્ચિત કરી શકાય. પરંતુ સંસદમાં આ પ્રસ્તાવ પાસ થયાની સાથે જ બન્ને પરંપરાઓ સમાપ્ત થઈ ગઈ છે.

First Published: Sunday, 11 March 2018 7:52 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories